શિવભક્તિ, સાહસ અને સૌંદર્યનો સરવાળો એટલે અમરનાથ યાત્રા : પરેશ દલસાણિયા

- text


અમરનાથ યાત્રાના પોતાના અનુભવો વર્ણવતા મોરબીના લેખક પરેશ દલસાણિયા

દંતકથા અનુસાર મા પાર્વતીને અમરત્વ અને બ્રહ્માંડના રહસ્યોનું જ્ઞાન આપવા ભોળાનાથે અમરનાથની ગુફા (ઉંચાઈ13600 ફૂટ) પસંદ કરી

અમ૨નાથયાત્રા જેટલી કપરી છે એટલી જ આકર્ષક પણ છે, ભારતમાં ભાગ્યે જ કોઈ એવો હિંદુ શ્રદ્ધાળુ હશે જેને અમરનાથની યાત્રા કરવાની ભાવના નહિ હોય. આ લેખમાં લેખકે અમ૨નાથયાત્રાના પોતાના અનુભવો તો વર્ણવ્યા છે પરંતુ એથીય મહત્ત્વની વાત તો એ છે કે લેખક અહીં જે લોકોને આ યાત્રા કરવાનું બાકી છે એમને માટે જરૂરી પૂર્વતૈયારી અને કાળજી અંગે સ૨ળતાથી વાત કરી છે. આમ, આ લેખ અમ૨નાથયાત્રાના ભોમિયાની ગ૨જ સારે છે.
કશ્યપ ઋષિની ભૂમિ કાશ્મીરમાં આવેલી અમરનાથની યાત્રા એ હિન્દુ ધર્મની સૌથી કઠન પરંતુ મહત્ત્વની તીર્થયાત્રા ગણાય છે. શિવભુક્તિ, સાહસ અને સૌંદર્યનો સરવાળો એટલે અમરનાથયાત્રા. દંતકથા અનુસા૨ માં પાર્વતીજીએ ભગવાન શિવને અમ૨ત્વ અને બ્રહ્માંડના ૨હસ્યોનું જ્ઞાન આપવા આગ્રહ કર્યો. મા પાર્વતીજી સિવાય અન્ય કોઈ જીવ આ કથા સાંભળી ન જાય એ માટે ભોળાનાથે આ ૨હસ્યો કહેવા અમ૨નાથની ગુફા (ઊંચાઈ ૧૩, 900 ફુટ) પસંદ કરી. કોઈ જીવ ગુફા ત૨ફ આવે નહિ એ માટે ચોકી ક૨વા મહાદેવે પોતાના નંદીને પહેલગાંવ, ચંદ્રને ચંદનવાડી, નાગને શેષનાગ અને ગંગાને પંચતારિણી પ૨ ચોકીદારી ક૨વા રાખ્યાં.ગુફા ફરતે આગ લગાડી દીધી કે જેથી જીવજંતુ નાશ પામે, પરંતુ ગુફાની અંદ૨ બખોલમાં બે કબૂત૨ હતાં, જે આ કથા સાંભળી ગયાં. અમરત્વની કથા સાંભળવાથી એ બંકો કબૂત૨ પણ અમર થઈ ગયાં. આજે પણ યાત્રીઓને આ બંન્ને કબૂતર અચૂક જોવા મળે છે. અમે પણ સતત વીસ મિનિટ સુધી આ કબૂતરોને ઊડતાં અને બેઠેલાં જોયાં.સામાન્ય રીતે ગુફાથી ૧૫ – ૨૦ કિમી સુધી કોઈ પંખી જોવા ન મળે, ૩થી ૫સે. તાપમાન હોય, ૧૩૫૦૦ ફૂટની ઊંચાઈએ કબૂત૨ હોય એનો ઉત્ત૨ કદાચ વિજ્ઞાન પાસે નથી,ફક્ત ધર્મ અને શ્રદ્ધા દ્વારા જ મળે.પ્રસિદ્ધ લેખક કાકા કાલેલક૨નું પુસ્તક ‘હિમાલયનો પ્રવાસ ‘ એવા જ પ્રબુદ્ધ પુરુષ ભાણદેવજી લિખિત ‘હિમાલયદર્શન’ વાંચો એટલે ખ્યાલ આવે કે હિમાલયનાં સ્પંદન (Vibrations) જ અલૌકિક ઈશ્વરિય અનુભૂતિ કરાવે છે. સ્વામી વિવેકાનંદજીએ પણ અમરનાથ યાત્રા કરેલી! વિરાટ હિમાલય વિમય પમાડે.અધ્યાત્મની શરૂઆત જ વિમયથી થાય છે.હિમનો આલય એટલે હિમાલય. દુનિયાદારીથી સાંત્વના (ઠંડક) મેળવવા, હિમાલય કી ગોદ મેં જવું જરૂરી છે.

એપ્રિલથી મે મહીનાનાના સમયગાળામાં ગ૨મીને કારણે બ૨ફ પીગળતાં દ૨ વર્ષે અષાઢ સુદ એકમથી ૨ક્ષાબંધન (શ્રાવણ સુદ પૂનમ) સુધી ૪૫ દિવસ આ યાત્રાનું આયોજન થાય છે. બાકીનો સમય આખો વિસ્તાર બ૨ફથી ઢંકાઈ જાય છે. યાત્રાનું આયોજન ક૨ના૨ એપ્રિલમાં જિલ્લાની સિવિલ હોરિસ્પટલમાંથી ફિટનેસ સર્ટિ. કઢાવવું પડે છે, જેનો નમૂનો અમ૨નાથ શાઈન બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ફિટનેસ, ફોટો અને આધારકાર્ડ લઈ પંજાબ નેશનલ બેંક દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન થયા બાદ ત્રણ નકલમાં પ્રિન્ટ મેળવી બેંક મેનેજ૨ સહી – સિક્કા કરી પાસ આપે છે. જે યાત્રામાં અચૂક સાથે લઈ જવાના ૨હે છે. યાત્રાનું ૨જિસ્ટ્રેશન કઈ તારીખથી શરૂ થશે એ અંગે ટીવી, અખબા૨, મીડિયામાં સમાચાર આવતા હોય છે. મોટાભાગે ૧૫ એપ્રિલ આસપાસ શરૂ થાય છે. તમે કઈ તારીખના અને ક્યા માર્ગે અમ૨નાથ જવા ઈચ્છો છો એ ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં દર્શાવવું ફરજિયાત હોઈ એ અંગે આયોજન કરીને રજીસ્ટ્રેશન કરાવવું.

અમ૨નાથ યાત્રા માટે સૌ પ્રથમ ટ્રેન માર્ગે જમ્મુ અથવા વિમાન માર્ગે શ્રીનગ૨ પહોંચવું પડે. બંન્ને જગ્યાએ આર્મીના અમરનાથયાત્રી બેઝ કેમ્પ છે. સાંજે એ કેમ્પમાં પહોંચી જવાનું. વહેલી સવા૨માં આર્મીના જવાનો સંઘના સુરક્ષા સાથે બસ કે કા૨ દ્વારા યાત્રીઓને અમરનાથ યાત્રાના રૂટ સુધી લઈ જાય છે.બેઝ કેમ્પમાં રજીસ્ટ્રેશન પાસ આપીએ એટલે RFID કાર્ડ આપવામાં આવે છે, જે યાત્રા દ૨મિયાન ગળામાં પહેરી રાખવું ફરજિયાત છે.

૨સ્તામાં સ્કેન૨ વડે એ રીડ થતા હોય છે. તમે ક્યારે ક્યાંથી પસાર થયા એ ડેટા એકત્ર થતો હોય છે. અમરનાથ યાત્રા માટે બે રૂટ છે. એક પહેલગાંવથી, આ રૂટ લાંબો છે પણ સાચી યાત્રા આ રૂટની ગણાય છે. પહેલગાંવ (ઊંચાઈ ૭૫00 ફુટ) એટલે “પૃથ્વી પ૨નું સ્વર્ગ.” બજરંગી ભાઈજાન, બેતાબ, ૨ઝી સહિત અનેક હિન્દી ફિલ્મોનું ફિલ્માંકન અહીં થયું છે. પહેલગાંવ યાત્રી બેઝ કેમ્પમાં શંત્રરોકાણ કરી વહેલી સવારે ૧૬ કિમી દૂર ચંદનવાડી (ઊંચાઈ ૫00 ફુટ) કા૨માં જવાનું. અમ૨નાથ શ્રાઈન બોર્ડ દ્વારા ભાડું રૂ.૧૮૦/- નક્કી કરવામાં આવેલું છે. જે ફિક્સ
છે. ચંદનવાડીથી પગપાળા યાત્રા શરૂ થાય. પહાડો, વહેતાં ઝરણાં સાથે અખૂટ સૌંદર્યના સથવારે સુહાના સફર ઔર યે મૌસમ હસીન, પીશુ ટોપ એ આ ૨તા પ૨નું એકશિખ૨ છે. એ ચઢાણ થોડું કપરુ લાગશે. ૨સ્તાઓ ક્યાંક સાંકડા અને વચ્ચે પથ્થરો પણ ખરા! ચોમાસાની ઋતુ અને પહાડી વિસ્તાર એટલે વ૨સાદ થોડો ઘણો આવ્યે રાખે. આથી ૨સ્તામાં થોડો કાદવ-કીચડ થાય. પથ્થર હોય એટલે લપસી ન પડાય એટલે બૂટ ડોટસ વાળા અથવા ખીલાવાળા ટ્રેકિંગ શૂઝ ફરજિયાત Unistar અને Goldstar કંપનીના મળે છે એ ખાસ ખરીદી લેવા. અમરનાથની સૌથી મોટી સમસ્યા વ૨સાદના કારણે સલામતીનાં કારણોસર યાત્રા ઘણીવાર થોડો સમય રોકી દેવામાં આવે. જેના પરિણામે આયોજનથી એકાદ-બે દિવસ યાત્રામાં વધુ થાય એમ બની શકે. આથી રિટર્ન ટિકિટ એ ધ્યાને લઈ બે દિવસ પછીની બુક ક૨વી ઊંચાઈને કારણે ઓક્સિજન લેવલ ઘટી જવાનો પ્રશ્ન ખાસ જણાયો નહીં. હા ઓક્સિજનનું પ્રમાણ ઊંચાઈના કારણે ઓછું હોઈ 50 મીટ૨ ચાલીએ ત્યાં હાંફ જેવું લાગે પણ ચિંતા નહિ, બે મિનિટ ઊભા ૨હી આરામ કરો અને ફરી ચાલવાનું શરૂ કરો.

- text

ચંદનવાડીથી ૧૬કિમી ચાલીને પ્રથમ જીંત્ર રોકાણ શેષનાગ ખાતે (ઊંચાઈ 11730 ફૂટ) બેઝ કેમ્પમાં થાય. દરેક બેઝ કેમ્પમાં જમવા, ચા-પાણી, નાસ્તા માટે લંગર હોય છે. જે વિનામૂલ્ય સેવા આપે છે. ટેન્ટમાં પથારી અને પલંગ સાથેના બેડ બ્લેન્કેટ સાથે મળે છે.100 રૂપિયા વધુ થાય પણ પલંગ લેવો હિતાવહ છે. સ્વચ્છતાની દ્રષ્ટિએ થોડા તંબુ ચેક કરી તંબુ પસંદ કરવો. વ્યક્તિદીઠ ભાવ 350 થી 900 છે. જેમ કે, પહેલગાંવમાં 350, શેષનાગમાં 45) અને પંચતારિણીમાં 600 રૂ. ભાવ છે. ઠંડીના કારણે નહાવાની જરૂરિયાત રહેતી નથી તેમ છતાં આદતવશ નહાવું હોય તો ગરમ પાણીની એક ડોલ પચાસ રૂપિયામાં મળે છે. ઘોડા અને પાલખીના ભાવ સ૨કા૨ દ્વારા નક્કી થયેલ છે પરંતુ એ મુજબ ઘોડા કે પાલખીવાળા તૈયા૨ થતા નથી. આથી એ માટે ભાવતાલ કરવાનો પ્રયત્ન ક૨વો. બેઝ કેમ્પ અંદ૨ જરૂરી દરેક ચીજવસ્તુ ખરીદવા માટે દુકાનો પણ હોય છે. યાત્રા દરમિયાન ઓછું જમવું જોઈએ. યાત્રા દરમિયાન અનેક વહેતાં ઝરણાં, સરોવ૨ અને નદીઓ આવે છે પણ એના પાણીમાં ક્યાય અંદ૨ ના જવું. લગભગ દરેક સ્થળે જોખમ હોય છે.આ યાત્રા દ૨મયાન ફક્ત BSNL અને જીઓના પોસ્ટ પેઈડ કાર્ડ માટે જ નેટવર્ક ઉપલબ્ધ છે. આખા જમ્મુ કાશ્મીરમાં પ્રિપેઈડ સીમકાર્ડ ચાલતાં નથી.

બીજા દિવસે ફરી ૧૫-૧૬ કિમીની યાત્રા શેષનાગથી પંચતરણી સુધીની ક૨વાની ૨હે. ગણેશ ટોપ આ ૨સ્તા પ૨નું શિખ૨ છે. જે ચઢાણ ક૨વાનું ૨હે. વહેલી સવા૨ના ૪ વાગ્યાની આસપાસ યાત્રા પ્રારંભ થાય. બીજી શત્ર પંચતારિણી (ઊંચાઈ 12729 ફૂટ). આ પંચતા૨ણી સુધી હેલિકોપ્ટ૨ – સેવા ઉપલબ્ધ છે.પહેલગાંવથી એક ત૨ફના 4200/- રૂ. અને બાલતાલથી 2800/- રૂ. એક ત૨ફના છે. હેલિકોપ્ટ૨માં જવા માગતા હો તો ફિટનેસ સાથે બુકિંગ કરાવવાનું રહે એ જ એમનું રજિસ્ટ્રેશન ગણાય છે. આ પંચતારિણીથી પવિત્ર ગુફાનું અંત૨ ઉકિમી છે.આ ૨સ્તા પ૨ સંગમ શિખ૨નું ચઢાણ ક૨વાનું રહે છે.
જે પ્રથમ દિવસના પીશું ટોપ જેટલું કઠન નથી. આ સંગમ ઘાટ પાસે યાત્રા માટેના બાલતાલ ત૨ફથી અને પહેલગાંવ ત૨ફથી આવતા બંન્ને ૨સ્તાઓ અહીં એકબીજાને મળે છે. ત્રીજા દિવસે અમે વ૨સતા વ૨સાદમાં અને ભોળાનાથના ભાવમાં ભીંજાતાં ભીંજાતાં છેલ્લા ૪ કિમી ચાલીને યાત્રા કરી. દર્શન કર્યા દર્શન થયાં એટલે ભાવથી આંખો ભીની થઈ ગઈ. નીચે પ૨ત ઊતરતી વખતે પણ બે કલાક ગુફાથી 6 કિમી સુધી પલળ્યા. પવિત્ર ગુફાથી એક કિમી નીચેનો ભાગ પંચકુલા કહેવાય છે. જ્યાં પ્રસાદ ખરીદવાની, નહાવા ધોવાની થેલા મૂકવાની સગવડો છે.

બીજો રૂટ એ બાલતાલથી અમ૨નાથ ગુફાનો 15 કિમીનો ૨સ્તો છે. આ ૨સ્તો ટૂંકો પણ સીધા ચઢાણનો છે. ચાલવાની થોડી હિંમત કરો તો બાલતાલ બેઝ કેમ્પમાંથી વહેલી સવારે ૪ વાગ્યા આસપાસ નીકળી દર્શન કરી સાંજના 7-00 સુધીમાં પ૨ત આવી શકાય. બપો૨ના 3 સુધી બાલતાલ પ૨ત આવી જાવ તો જ ત્યાંથી જમ્મુ શ્રીનગ૨ જવા મળે. સુરક્ષાની દ્રષ્ટિએ 3 પછી જવાની મનાઈ છે. રાત્રી રોકાણ બાલતાલ કરીને સવારે 3 વાગ્યાથી સુરક્ષાદળો સાથે Convoy માં જવા મળે. પહેલગાંવથી યાત્રા શરુ કરી બાલતાલ બાજુથી નીચે ઉત૨વું એમ અમારો અનુભવ કહે છે. બાલતાલથી 15 કિમીના અંતરે સોનમર્ગ સ૨સ પર્યટન સ્થળ છે. મુલાકાત લેવી જોઈએ.યાત્રામાં અમોને પગ ક૨તાં ખભા વધારે દુ:ખવા લાગ્યા, કારણ કે ભૂતકાળમાં યાત્રા ક૨ના૨ દરેકે કંઈક ને કંઈક સાથે લઈ જવાની ભલામણ કરેલી ઉપરાંત ઘરનાનો પણ આગ્રહ હોય સુખડી લઈ જાવ, ત્યાં ઠંડીમાં આ ચ્યવનપ્રાસ કામ લાગશે, મફલ૨ અને ટોપી લઈ જાવ, સ્વેટ૨ બે નાખું છું. આમ કરીને ફૂલ્લી લોડેડ કરી દીધા. મારી સલાહ મુજબ યાત્રા દરમિયાન ચાલતી વખતે રેઈનશુટ (ટોપી સાથે) આધા૨કાર્ડ, ટુવાલ, એક જોડી કપડાં , હાથ મોજા, પગ મોજાં -૨ જેડી, શાલ, ચાર્જ૨, પાવ૨ બેન્ક, લૂકોઝ પાઉડ૨ તથા માત્ર ૨00-૨૫0 ગ્રામ સૂકો મેવો કે સૂંઠ નાંખેલ અડદિયાં અથવા સુખડીનો નાસ્તો અને વ૨સાદથી બચવા થેલો ઢાંકી શકાય એવી પ્લાસ્ટિક બેગ જ સાથે લેવાં. પગપાળા સફરમાં સામાન ઓછો એમ આનંદ વધારે! બાકી બધું ૨સ્તામાં મળે છે. શ્રીનગ૨, વૈષ્ણોદેવી, ગુલમર્ગ, પહેલગાંવ વગેરે સ્થળોએ ફ૨વા તમે વધુ દિવસોનું આયોજન કરશે તો તમે વધારાનો સામાન પહેલગાંવ, જમ્મુ કે તમે રિટર્ન આવવાના હો એ સ્થળે રાખીને યાત્રામાં માત્ર સ્કૂલબેગમાં ઉપ૨ જણાવેલ જરૂરી સામાન સાથે જ જવું. યાત્રામાં 90% થી વધુ યુવાનો જોવા મળ્યા. યાત્રા અગાઉ ઘે૨ એક-બે માસ દ૨રોજ પ-૭ કિમી ચાલવાની અને યોગ કરવાની આદત પાડવી જરૂરી છે.

માનવીય પ્રવૃત્તિઓની પર્યાવરણ ૫૨ એવી વિઘાતક અસરો થઈ ૨હી છે કે જેમાં બાબા બરફાની પણ હવે બાકાત નથી. કલાઈમેન્ટ ચેન્જના કા૨ણે ઈ.સ.190 માં જે નક્ક૨ બરફનું શિવલિંગ 20 ફૂટનું થતું હતું એ 2015 માં 10 ફૂટ સુધીનું જોવા મળ્યું. ચાલુ વર્ષે 30 જૂનથી યાત્રાની શરૂઆત થઈ અને અમે 14 જુલાઈના દર્શન કર્યા ત્યારે
શિવલિંગ દોઢ ફૂટનું જોવા મળ્યું અને તારીખ 20 જુલાઈના તો સંપૂર્ણ ઓગળી ગયું એટલે 20 જુલાઈ કે ત્યારપછી યાત્રાએ જના૨ દર્શનાર્થીઓને દર્શન ન થયાં, જો કે આ બાબત હવામાન પર આધારિત છે. દ૨ વર્ષે આવું બને એવું પણ નથી પણ ઊંચાઈ હવે ઘટી છે એ ચોક્કસ છે. યાત્રાનું આયોજન કરો તો શરૂઆતમાં જ જવાનું આયોજન કરો
એવી સલાહ આપું છું.

કુદરતના ખોળે યાત્રામાં દરેક બેઝકેમ્પમાં દુકાનદારો, ટેન્ટવાળા, પાણી ગ૨મ કરી આપનાર, ઘોડા પાલખીવાળા બધા જ મુસ્લિમો છે. તેઓનો વ્યવહા૨ સ૨ળ અને સૌજન્યપૂર્ણ અનુભવાયો. હા, હાઈવે ૫૨ યાત્રીઓના સ્વાગત માટે વેલકમ બેન૨(બોર્ડ) અમ૨ના૨ શાઈન બોર્ડ રાજ્યપાલ જમ્મુ કાશ્મીર અને ભારત દેશના વડાપ્રધાન સિવાય કોઈનાં જોવા ન મળ્યાં !

હર હર મહાદેવ…..
પરેશ દલસાણિયા
ગાંધીનગર સંપર્ક સૂત્ર – ૯૩૭૫૩૫૦૫૦


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text