હળવદના હોટલ માલિકને વિદેશી દારૂ વેંચતા ઝડપી લેતી એલસીબી

- text


સુખપર નજીક દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

હળવદ : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે કોયબા ગામના પાટીયા સામે આવેલી જૂની આશાપુરા હોટલમાં દરોડો પાડી હળવદ રહેતા હોટલ માલિક સહિત બે શખ્સોને વિદેશીદારૂની 25 બોટલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હળવદ પોલીસે સુખપુર નજીકથી એક ઇસમને દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદના કોયબા ગામના પાટીયા સામે આવેલી જૂની આશાપુરા હોટલમાં દરોડો પાડી તપાસ કરતા હોટલમાંથી પ્લાસ્ટિકના બાચકામાં ભરીને છુપાવેલ મેકડોવેલ નંબર વિદેશી દારૂની 25 બોટલ કિંમત રૂપિયા 7500 મળી આવ્યો હતો.

વધુમાં હોટેલની આડમાં ચાલતા વિદેશી દારૂના ગોરખધંધા મામલે એલસીબી ટીમે હોટલ માલિક હિતેશભાઇ ઉર્ફે લાલો નાગરભાઇ હડિયલ, રહે. જુના પોલીસ સ્ટેશન સામે, ગોકુલ નગર, હળવદ અને દેવરાજભાઇ સિંધાભાઇ ઘાઘર, રહે. શકિતનગર તા.હળવદ વાળાને ઝડપી લઈ બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

જ્યારે હળવદ પોલીસે સુખપર ગામે મારૂતીના શોરૂમ પાસે આવેલ પાન માવા અને ચાની કેબીન પાસેથી આરોપી દશરથસિંહ ઇન્દુભા ઝાલા, રહે. કોયબા વાળાને વિદેશી દારૂની બે બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text