મોરબીના વિદ્યુતનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા ઝડપાઇ

- text


મોરબી : મોરબીના વિદ્યુતનગર નજીક આવેલી સરસ્વતી સોસાયટીમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદ્યુતનગર સોસાયટીમાં આવેલ સરસ્વતી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલ હર્ષાબેન હરેશભાઇ પટેલ, ગીતાબેન મહેશભાઈ ડાંગર, ધ્વનિબેન અશ્વિનભાઈ ભાડલા અને નીતાબેન રાજેશભાઇ કુગશિયાને રોકડા રૂપિયા 430 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text