હળવદ જીઆઇડીસીમાં વીજશોક લાગતા યુવાનનું મોત

- text


હળવદ : આજે વહેલી સવારે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાં વીજ શોક લાગતા 22 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ શિવ સોલ્ટ નામના કારખાનામાં જીઆઇડીસી વિસ્તારમાં જ રહેતા સુરેશભાઈ ભીખાભાઈ ઉ.22નુ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text