રાજકોટનો મનોજ પીધેલો અને મોરબીનો મયુર અને રાહુલ બાટલી સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસે દેશી, વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારવાની સાથે પીધેલા ઉપર પણ ધોંસ બોલાવી હતી જેમાં રાજકોટના મનોજ અને અજીતસિંહ નામના શખ્સને પીધેલી હાલતમાં માળીયા મોરબી હાઇવે ઉપરથી ટોયોટો ઇનોવા કારમાં પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા જયારે મયુર અને રાહુલ નામના શખ્સને દારૂની બાટલી સાથે નવા બસસ્ટેન્ડ નજીકથી ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી માળીયા હાઇવે ઉપર ફર્ન હોટલ નજીકથી રાજકોટના મનોજભાઇ જયંતીભાઇ બુલધરીયા અને અજીતસિંહ હરપાલસિંહ તેવટિયાને ટોયોટો ઇનોવા કારમાં પીધેલી હાલતમાં ઝડપી લઈ રૂપિયા પાંચ લાખની ઇનોવા કાર કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે સીટી એ ડિવિઝન પોલીસે નવા બસસ્ટેન્ડ નજીકથી મયુરભાઈ મનસુખભાઈ બારોટ,રહે. નાની વાવડી ગામ કબીર આશ્રમની સામે સુંદરમ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.5 મોરબી અને રાહુલભાઈ મોહનભાઈ સોલંકી, રહે. આનંદનગર શેરી નં.2 શનાળા બાયપાસ મોરબી વાળાને ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ.1 કિ.રૂ.375 સાથે ઝડપી લીધા હતા.

- text