મોરબીમાં ઉમા હૉલ દ્વારા કાલે ગુરુવારે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાશે

- text


6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે ટીપાં પીવડાવાશે

મોરબી : ઉમા હોલ દ્વારા બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ આવતીકાલે તા.28ને ગુરુવારના રોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી ઊમા હોલ,રવાપર ગામના ઝાપે,રવાપર રોડ,મોરબી ખાતે યોજાશે.જેમાં 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવાશે.

સુવર્ણ પ્રાશન ટીપાં પીવડાવના ફાયદાઓમા રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.યાદશક્તિ માં વધારો કરે છે.તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે.આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી.જેથી તમામ વાલીઓએ જાગૃત બની બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવા અનુરોધ કરાયો છે.

- text

- text