ઓખા-ગોરખપુર ટ્રેનમાં કાયમી ધોરણે 2 વધારાના થર્ડ એસી કોચ લાગશે

- text


ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ઓખાથી તા.9 ઓક્ટોબર થી અને ગોરખપુરથી તા.6 ઓક્ટોબરથી ચાલશે

મોરબી : મુસાફરોની સુવિધા માટે ઓખા-ગોરખપુર એક્સપ્રેસમાં કાયમી ધોરણે માટે 2 વધારાના થર્ડ એસી કોચ જોડવામાં આવશે. ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ઓખાથી તા.9 ઓક્ટોબર થી અને ગોરખપુરથી તા.6 ઓક્ટોબર થી ચાલશે

મુસાફરોની સુવિધા માટે, રેલવે દ્વારા ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાના 2 થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર હવે આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે.

- text

જેમાં 2 સેકન્ડ એસી, 8 થર્ડ એસી, 5 સેકન્ડ સ્લીપર, 4 જનરલ, 1 પેન્ટ્રી કાર અને 2 જનરેટર વેન કોચ નો સમાવેશ થાય છે. મોડિફાઇડ સ્ટ્રક્ચર સાથે ટ્રેન નંબર 15046/15045 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ઓખાથી 9 ઓક્ટોબર થી અને ગોરખપુરથી 6 ઓક્ટોબર થી ચાલશે.

- text