કાદેરીયા હનુમાન મંદિર ખાતે 30 જુલાઈથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


મોરબીઃ મોરબીના નવલખી રોડ પર આવેલા કાદેરીયા હનુમાન મંદિર ખાતે નિર્માણ પામેલા કેદારેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 30 જુલાઈ થી 1 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવશે. ત્રિ દિવસીય શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી ગદાધર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 27 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞના આચાર્યપદે શક્ત શનાળા વાળા અનિલ પ્રસાદ એલ. રાવલ બિરાજમાન થશે.

ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે તારીખ 30 જુલાઈ ને શનિવારના રોજ બપોરે 2-30 થી 7 કલાક સુધી દેહ શુદ્ધિ, દેવ નમસ્કાર તથા કુટીર હોમ, દેવ-દેવી મૂર્તિ નગર યાત્રા, મૂર્તિના સામૈયા, મૂર્તિ ધાન્ય નિવાસ સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના બીજા દિવસે 31 જુલાઈ ને રવિવારના રોજ સવારે 7-30 થી 3 વાગ્યા સુધી ગણેશ પૂજન, સ્થાપિત દેવ પૂજા, મંડપ પૂજન, જલયાત્રા, સ્વસ્તિક પુણ્યાદ્રાવાચન, ગ્રહહોમ, ફલાઆહાર કરવામાં આવશે. બપોર પછી 3 કલાકે સ્થાનિત હોમ સાચંન પૂજન આરતી પ્રસાદ યોજાશે. રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે જેમાં ગોપાલ સાધુ તથા સાંજીદા ગ્રુપ, નરશી કવિ (કવિ નશા) પાયલ સાઉન્ડના સથવારે રમઝટ બોલાવશે.

- text

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે એટલે કે 1 ઓગસ્ટ ને શ્રાવણ માસના પ્રથમ સોમવારના રોજ સવારે 7-30 થી 3-30 સુધી વાસ્તુ હોમ, મૂર્તિન્યાસ, 108 કળશથી અભિષેક, ધ્વજા દંડ, સપર પૂજન, થશે. બપોરે 11-55 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, બપોરે 12-30 કલાકે મહા આરતી તથા મહા પ્રસાદનું આયોજન કરાયું છે. બપોર પછી સ્થાપિત દેવ હોમ તથા બિડુ હોમવામાં આવશે. આ ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text