મોરબી : મેફેડ્રોન ડ્રગ્સનો આરોપી કોરોના પોઝિટિવ

- text


7 દિવસ માટે આરોપીને મોરબીની સિવિલમાં કોરોન્ટાઇન કરાયો

મોરબી : મોરબીમાં યુવાધનને માદક દ્રવ્યના નશાની લતમાં બરબાદ કરવાના ઇરાદે એક શખ્સ બાઈક ઉપર માદક પદાર્થ રાખી વેચાણ કરતો હોવાની ટીપ મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવીને આ આરોપીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આથી પોલીસે આ આરોપીનો કોરોના રિપોર્ટ કરાવતા આ આરોપીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી 7 દિવસ માટે આરોપીને મોરબીની સિવિલમાં કોરોન્ટાઇન કરાયો છે.

- text

મોરબી એસઓજી સ્ટાફને ગત તા.૧૬ના રોજ બાતમી હકિકત મળી હતી કે, આરોપી સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા ઉ.વ.૨૮ રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી વાળો પોતાના બાઈક નં. GJ03HP4047 વાળામાં પોતાની પાસે માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે આ આરોપીને માદક પદાર્થ મેફેડ્રોન વજન ૬.૮૮૦ ગ્રામ કિ.રૂ.૬૮,૮૦૦ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦૦ તથા બાઈક કી.રૂ.૩૫૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૩,૮૦૦ જપ્ત કર્યો હતો. જ્યારે બી ડિવિઝન પોલીસે આ આરોપીની ધરપકડ કરતા પહેલા તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આથી હાલ 7 દિવસ માટે આરોપીને મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યો હોવાનું બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.

- text