વવાણીયા કન્યા શાળાની બાળાઓને સ્વ.નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ

- text


માળીયા(મી.): આજરોજ વવાણીયા કન્યા શાળા મુકામે સ્વ.નાનાલાલ દલીચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાની તમામ બાળાઓને યુનીફોર્મ , સ્ટેશનરી અને ટીફીનની કીટ વિતરણ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સૌ પ્રથમ કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ દાતાઓનું વવાણીયા કન્યા શાળા દ્વારા મોમેન્ટો (સન્માન પત્ર) આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની નાની નાની બાળાઓએ સુંદર મજાનું “રંગ ભર્યુ નાનું રૂપાળું મારૂ ગામડું ….” ગીત રજૂ કર્યુ. જેને સાંભળી વવાણીયા જેમની જન્મભૂમી છે તેવા દાતાઓને પોતાના વતનનાં સંસ્મરણો તાજા થઈ આવ્યા. ત્યારબાદ માધ્યમિક શાળાનાં આચાર્ય દ્વારા પ્રાસંગીક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળાઓ દ્વારા સુંદર અભિનય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. જેને જોઈ મહેમાનો ભાવવિભોર બની ગયા હતા.

આ અવસરે પધારેલ દાતાઓમાંથી મુંબઈથી પધારેલ અને મૂળ વવાણીયાના એવા દિલીપભાઈ મહેતા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. પછી તમામ બાળકોને યુનીફોર્મ , ટીફિન અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે શાળાના આચાર્ય સાવરિયા ઈશ્વરભાઇ કલાભાઈ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

- text

- text