મોરબીના રાજપર ગામે કાલે રવિવારે રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે

- text


મોરબી : મોરબીના રાજપર ગામે આવતીકાલે તા.૧૭ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (જ્ઞાતિ ભોજન)ના કાર્યક્રમનુ આયોજન પટેલ સમાજ વાડી, રાજપર ગામ, શનાળાથી રાજપર રોડ, મોરબી મુકામે કરવામા આવ્યુ છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહીત સમગ્ર ગુજરાતભરમાંથી રઘુવંશીઓ ઉપસ્થિત રહેશે.

રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મહાસંમેલનના ભાગરૂપે ગામેગામથી રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનોને સંમેલન સ્થળ સુધી લાવવા તેમજ પરત લઈ જવા માટે દરેક ગામના રઘુવંશી અગ્રણી દ્રારા પરિવહનની વ્યવસ્થા કરવામા આવી છે. તે ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચના અગ્રણી મહેશભાઈ નગદીયા, મુન્નાભાઈ ઠક્કર તથા દીલીપભાઈ ઠક્કર સહીતના મહાનુભવોએ કમીજળા મુકામે પૂ.ભાણસાહેબની જગ્યાના મહંત પૂ. જાનકીદાસબાપુની રૂબરૂ મુલાકાત લઈ આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દરેક શહેર તેમજ મથકો પર રઘુવંશી અગ્રણીઓ દ્વારા સમસ્ત સમાજને મોરબી ખાતે મહાસંમેલન ઉમટી પડવા આહવાન કરવામા આવ્યું છે. ત્યારે જસદણ રઘુવંશી સમાજના મહિલા અગ્રણી, રઘુવંશી ક્રાંતિ મંચના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ સોનલબેન વસાણીની આગેવાનીમાં મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા દરેક રઘુવંશીઓના ઘરે-ઘરે જઈ રઘુવંશી સમાજને આમંત્રણ પાઠવ્યુ છે. રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી સમાજને વિવિધ ક્ષેત્રો થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા, રઘુવંશી સમાજના સ્થાપિત હીતોને પ્રસ્થાપિત કરવા, સમસ્ત સમાજમા એકત નો સંચાર કરવાના હેતુસર આ મહાસંમેલનનુ આયોજન કરવામા આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે. તેમજ સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા નિર્માણાધિન રામધામના નેજા હેઠળ દેશ-વિદેશમા વસતા સમસ્ત રઘુવંશીઓ એક તાંતણે બંધાય તે બાબતને પ્રાથમિકતા આપવામા આવી છે.

- text

- text