વાવડી-વનાળીયા રોડના સમારકામને હજુ 2 મહિના જ થયાને ત્યાં તૂટી ગયો…!!

- text


મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા મહેમાન બનતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની હાલત ખરાબ થઈ છે. લોટ-પાણીને લાકડાં સમાન ભષ્ટ્રાચારી કામોની જાણે મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય તેવુ મોરબી શહેર સહિત ગ્રામ્ય રોડ-રસ્તાના દ્રશ્યો જોઈ લાગી આવે છે.

ત્યારે મોરબીના વાવડી પાટીયાથી નારણકા ગામ સુધી રોડની બિસ્માર હાલ હોવાના કારણે સરપંચોએ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેરને 24 માર્ચના રોજ લેખિત રજુઆત કરી હતી. 28 માર્ચના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયાને રોડ રીપેરીંગ બાબતે અરજી કરી હતી. અરજીને ધ્યાને લઈ તા.7 મે ના રોજ રોડના પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

રોડના પેચવર્કના કામને માત્ર બે મહિના જેટલો સમય થયો ને રોડની કફોળી હાલત બની ગય છે. ઠેર-ઠેર ઉંડા ખાડાઓ પડી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સર્જાય તેવી પરિસ્થતિ સર્જાઈ છે. જોકે પહેલા વરસાદમાં જ રોડના પેચવર્કના કામની પોલ ખુલી ગઇ હતી. અને ડામરની જગ્યાએ ચીકણી માટી દેખાતા લાગતા વાહનચાલકોને વાહનો સ્લીપ થય જવાનો ભય સતાવ્યા કરે છે.

- text

- text