લલિત કગથરા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનતાં 19 જુલાઈએ મોરબીમાં ભવ્ય રેલીનું આયોજન

- text


મોરબીઃ ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે મોરબી ખાતે આગામી તારીખ 19 જુલાઈના રોજ કોંગ્રેસ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

લલિત કગથરાને સત્કારવા માટે મોરબી કોંગ્રેસ દ્વારા 19 જુલાઈના રોજ સવારે 10 કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું છે. આ બાઈક રેલીમાં ઉમટી પડવા માટે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલે આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે.

- text

- text