મયુરનગર સરકારી શાળામાં ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

- text


મોરબી : મયુરનગર સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળામાં ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળા મયુરનગર ખાતે ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.ધો.૧૧ના અંગ્રેજી વિષયમાં ‘ Females For Forestry ‘ એકમમાં જંગલોનું મહત્વ સમજાવતો વિષયાંગ આવે છે. આ એકમમાં સ્વઅધ્યયન તરીકે સ્વાધ્યાય પ્રવૃત્તિના પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ‘ दादा’ ના વૃક્ષમંદિર પ્રયોગ વિશે નિબંધ પણ આવે છે. આ વિષય પર સરકારી ઉચ્ચતર માઘ્યમિક શાળા- મયુરનગર ખાતે ચાડધ્રા પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ ચાવડાનુ વ્યાખ્યાન યોજાયુ હતું.

ભાવેશભાઈ ચાવડાએ આ તકે સ્વાધ્યાય કાર્યની વેદમંત્રો બોલીને વૃક્ષોની પ્રાણપ્રતિષ્ઠા કરવાની અનોખી રીત વિશે જણાવ્યું હતું. જંગલોનું મહત્વ પાઠ વિશે યોજાયેલ સ્પેલિંગ ટેસ્ટના વિજેતા વિદ્યાર્થીઓ મકવાણા જાનવી, રંગાડિયા હરિતા, ઝાલા સુમિત્રા, કલોત્રા જાનુ તેમજ બેકડ્રોપ બનાવનાર જાડેજા પુષ્પરાજને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રકૃતિના માનદંડ એવા માઉન્ટ એવરેસ્ટ સર કરનારી અરુણિમા સિંહા વિશે શાળાની વિદ્યાર્થીની રાઠવા લીલા તેરસિંગે વક્તવ્ય આપ્યું હતું.

આ તકે પ્રાથમિક શાળાના આચાર્ય ગોહિલ વાઘજીભાઈએ પ્રસંગોચિત ઉદ્દબોધન અને આચાર્ય જયંતિ શંખેશ્વરીયાએ આભારવિધિ કરેલ. કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી શિક્ષક ડો. મહેશ પટેલે કર્યું હતું.

- text

- text