માળિયાના વાધરવા ગામે એક જ મહિના પહેલા બનેલા ડામર રોડની હાલત બદતર

- text


માળિયા : માળિયાના વાધરવા ગામે એક જ મહિના પહેલા બનેલા રોડની હાલત વરસાદને કારણે બદતર બની છે. જેને પગલે ગ્રામજનોને હાડમારી સહન કરવી પડી રહી છે.

માળિયા તાલુકાના વાધરવા ગામે હળવદ હાઇવે સુધીનો જે અંદાજે એકથી દોઢ કિમીનો રોડ એકાદ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પણ વરસાદના કારણે આ નવા ડામર રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

- text

- text