વંદે ગુજરાત વિકાસ યાત્રાને માળીયામાં આવકાર

- text


વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા

વન વિભાગ દ્વારા ૭૨૫ થી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું

માળિયા(મી.) : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું માળીયા ખાતે આગમન થયું હતું. જે દરમિયાન નગરજનો તેમજ સ્થાનિક અગ્રણીઓએ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથને ઉમંગભેર આવકાર આપી સામૈયું કરીને રથને કંકુ છાંટણા કરવામાં આવ્યા હતા.

નગરજનોએ ગુજરાતની વિકાસયાત્રા પર બનાવેલી ફિલ્મનું પ્રસારણ નિહાળી ૨૦ વર્ષ દરમિયાન ગુજરાતની થયેલી કાયા પલટની ગાથાના સાક્ષી બન્યા હતા.

આ વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પી.એમ.જે.વાય., મા આયુષ્યમાન કાર્ડ, માતૃશક્તિ, ગંગા સ્વરૂપા વિધવા સહાય વગેરે યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રદર્શન દરમિયાન વન વિભાગ દ્વારા પણ ૭૨૫ થી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું હતું.

આ તકે માળીયા નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા મામલરતદાર ડી.સી.પરમાર, માળીયા તાલુકા વિકાસ અધિકારી ડૉ.બાવરવા, માળીયા નગરપાલિકા ચીફ ઓફિસર ઉર્મિલાબેન સોમેસરા, અગ્રણી સર્વ જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, સ્થાનિક પદાધિકારી/અધિકારીઓ તેમજ નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વંદે ગુજરાત વિકાસયાત્રાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text