ભાવ ફેર આપવાની જાહેરાત : મોરબી મહિલા દૂધ સંઘ પશુપાલકોને 15 કરોડ આપશે

- text


મોરબી મહિલા દૂધ સંઘએ હંમેશા પશુપાલકોનું હિત જ વિચાર્યું છે : મગનભાઈ વડાવીયા

હળવદ : મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને રૂપિયા ૧૫ કરોડનો ભાવ ફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવતા જ દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.

મોરબી મહિલા દૂધ સંઘ મયુર ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે રૂપિયા ૧૫ કરોડનો ભાવ ફેર ચૂકવવામા આવશે જીલ્લામાં ૩૦૦દૂધ મંડળી કાર્યરત છે વર્ષ ૨૦૨૧-૨૨માં દુધ સંઘનું ટર્નઓવર ૨૬૩ કરોડએ પહોચ્યુ છે.તાજેતરમાં મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨નો પશુપાલકોને ભાવ ફેર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. મહિલા દૂધ સંઘ સાથે સંકળાયેલા જિલ્લાના ૨૩ હજારથી વધુ પશુપાલકોને ૧૫ કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવવામાં આવશે.

મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.સંચાલિત મયુર ડેરી સાથે જિલ્લાના ૨૩ હજારથી વધુ પશુપાલકો જોડાયેલા છે દૂધ સંઘ સંચાલિત ૩૦૦ દૂધ મંડળી પર વર્ષનું સરેરાશ ૧.૬૦ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવ્યું છે. વધુમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઈ વડાવિયા અને વાઇસ ચેરમેન ગાયત્રીબા નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે દુધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા ૪૫નો ભાવ ફેર જાહેર કરી વર્ષ ૨૦૦૨૧-૨૨માં સરેરાશ પ્રતિ કિલો ફેટે રૂપિયા ૭૩૬ દૂધ ખરીદ ભાવ ચૂકવવાનું નક્કી કરેલ છે.

- text

વધુમાં એ પણ જણાવ્યું છે કે દૂધ સંઘ સાથે જોડાયેલા દરેક પશુપાલકોને જન્માષ્ટમી પહેલા જ ભાવ ફેરના નાણાં ચૂકી દેવામાં આવશે.

દૂધ સંઘ સ્થાપવાનો હેતુ માત્ર સ્થાનિક પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવાનો છે : મગનભાઈ વડાવિયા

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરીના સ્થાપક અને સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયાએ જણાવ્યું હતું કે,આ મહિલા દુધ ઉત્પાદન સંઘ સ્થાપવા પાછળનો એકમાત્ર હેતુ છે કે, જિલ્લાના તમામ પશુપાલકોને તેમના ગામમાં દૂધ આપવાની યોગ્ય વ્યવસ્થા થાય અને દૂધ ઉત્પાદકો એટલે કે પશુ પાલકોને પૂરતા પોષણક્ષમ ભાવ આપવાનો છે અને આ હેતુ સાથે માત્ર ટૂંકાગાળામાં દૂધ સંઘ દ્વારા તમામ પશુપાલકોને યોગ્ય ભાવ આપવામાં આવી રહ્યો છે. જે એક સારી બાબત છે. સાથે જ વર્ષમાં સરેરાશ પણ કિલો ફેટે ભાવ આપવામાં દૂધ સંઘ અગ્રેસર રહ્યો છે

- text