હળવદ જીઆઇડીસી દુર્ઘટના : પ્રત્યેક મૃતકના પરિવારને 4 લાખની સહાય અર્પણ 

- text


રાજ્ય સરકારે જાહેરાત કર્યા બાદ આજે મામલતદાર કચેરીએ સહાય ચૂકવાઈ : ઇજાગ્રસ્તને 50,000ના ચેક અર્પણ કરાયા

હળવદ : હળવદના જીઆઇડીસીમાં દિવાલ પડી જવાની દુર્ઘટનામાં 12 નિર્દોષ શ્રમિકોના મૃત્યુ નીપજ્યા હતા આ ઘટનાથી ખુદ મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા મૃતક પરિવારને ₹4,00,000 અને ઇજાગ્રસ્તને 50,000 ની સહાય જાહેરાત કરી હતી.ત્યારે આજે હળવદ મામલતદાર કચેરીએ રૂબરૂ પ્રત્યેક મૃતકના પરિવારને 4 લાખની સહાય અર્પણ કરાઈ હતી.

હળવદ જીઆઈડીસી વિસ્તારમાં થોડા સમય પહેલા મીઠાના કારખાનામાં ભારેખમ દીવાલ પડી જવાથી 12-12 વ્યક્તિઓના મોત થવાની ગોઝારી દુર્ઘટનામાં જે તે વખતે રાજ્ય સરકારે મૃતકના પરિવારને સહાય આપવાની જાહેરાત કર્યા બાદ રાજ્ય સરકાર આ સંવેદનશીલ બનાવમાં મૃતકના પરિવારજનો માટે કરેલી જાહેરાત મુજબ સહાય પહોંચતી કરી હતી. આથી હળવદ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર સહિતનાઓની હાજરીમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બારેય મૃતક પરિવારજનોને ચાર-ચાર લાખનો ચેક અને બે ઇજાગ્રસ્ત વ્યક્તિને 50-50 હજારના ચેક આપવામાં આવ્યા હતા.

હળવદ દુર્ઘટનાના મૃતકોમાં રમેશભાઈ નરશીભાઈ પીરાણા, કાજલબેન રમેશભાઈ પીરાણા, દક્ષાબેન રમેશભાઈ કોળી, શ્યામભાઈ રમેશભાઈ કોળી, રમેશભાઈ મેઘાભાઈ કોળી, ડાયાભાઈ નાગજીભાઈ ભરવાડ, દીપકભાઈ દિલીપભાઈ કોળી, રાજેશભાઈ જેરામભાઈ મકવાણા,દિલીપભાઈ રમેશભાઈ કોળી,શીતલબેન દિલીપભાઈ કોળી,રાજીબેન ડાયાભાઈ ભરવાડ અને દેવીબેન ડાયાભાઈ ભરવાડ એમ આ 12 મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય રૂબરૂ આપવામાં આવી હતી. તેમજ ઇજગ્રસ્ત સંજયભાઈ રમેશભાઈ કોળી અને આશાબેન ડાયાભાઈ ભરવાડને રૂ.50-50 હજારની સહાય આપવામાં આવી હતી.

- text

- text