ભારે વરસાદના પગલે હરીપર(કેરાલા) સંપર્ક વિહોણું, મોટી વાવડી પાસે રસ્તો બંધ

- text


પંચાસરથી નાગલપર વચ્ચે ફાટસર નજીક કોઝવેમાં પાણી ભરાતા રસ્તો બંધ કરાયો

મોરબી : મોરબીમાં સતત એકધારા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓ સર્જાઈ છે. જેમાં મોરબી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલાકી સર્જાઈ છે. જેમાં અમુક ગામોમાં જતાં રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે સંપર્ક વિહોણા થઈ ગયા છે.

જેમાં હાલમાં મળતી માહિતી મુજબ મોરબી નું હરીપર કેરાલા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. ગામને જોડતા રસ્તાઓ પરના કોઝવેમા પાણી ભરાતા આ સ્થિતિ સર્જાઈ છે. આ જ રીતે પંચાસર નાગલપર રસ્તા પર મોટીવાવડી ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળતા હાલમાં રોડ બંધ થયેલ છે.

- text

- text