કોરોના અપડેટ : આજે માત્ર 1 જ કેસ નોંધાયો, 9 દર્દી થયા રિકવર

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં આજે ઓચિંતો ઘટાડો આવ્યો છે. જિલ્લામાં આજે માત્ર 1 જ કેસ નોંધાયો છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 51 થયા છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે 638 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં વાંકાનેર શહેરમાં 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ મોરબીના 7 દર્દીઓ તેમજ વાંકાનેરના 2 દર્દીઓ મળી કુલ 9 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 51 થઈ ગયા છે.

- text