મોરબીના છેવાડા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ

- text


પાંચ ઈંચ વરસાદમાં પીપળી રોડ, રવાપર રોડ, નવલખી રોડ અવની ચોકડી, મહેન્દ્રપરા મેઈન રોડ, તખ્તસિંહજી રોડ, ચકીયા હનુમાન પાસે, અયોધ્યાપુરી મેઈન રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં  સહિતના ઘણા બધા વિસ્તારો અને મોટાભાગની સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા, ઘણા મકાનોમાં પણ પાણી ઘુસી ગયાની ફરિયાદ, લાતીપ્લોટમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઉધોગકારોને ધંધા બંધ રાખવા પડે એમ છે.

મોરબી : મોરબીમાં પાંચ ઇંચ વરસાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયા હોય એવી પરિસ્થિતિ છે.

લોકોમાંથી ઉઠતી ફરિયાદો મુજબ મોરબીના ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં અને નીચાણમાં આવેલી ઘણી બધી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેમાં મોરબીના પીપળીના શિવપાર્ક સોસાયટીમાં પાણી ભરવાની સાથે ગારા કીચડના એટલી હદે થર જામ્યા છે કે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેમજ રવાપર રોડ ઉપરની રવાપર રેસિડેન્ટસી, નવલખી રોડ ઉપર આવેલ ન્યુ લાયન્સનગર, અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે સોઓરડી જેવા વિસ્તારમાં ઘણી જગ્યાએ મકાનોમાં પાણી ઘુસી ગયા છે. તેંમજ લાતીપ્લોટની દશા તો એટલી બધી ખરાબ છે કે, ત્યાંના ઉધોગકારોને ધંધા બંધ રાખવા પડે તેવી નોબત આવી છે.

- text

- text