અમરનાથથી હેમખેમ હળવદના ચારેય મિત્રોની અંતે ઘરવાપસી

- text


 

ચારેય યુવાનો આજે હેમખેમ પરત ફરતા પરિવારજનોએ હર્ષાશ્રુ સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું

હળવદ : હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ત્રણ દિવસ પહેલા ત્યાં વાદળ ફાટવાની ઘટનામાં આ ચારેય યુવાનોમાં થી એક સંપર્ક વિહોણો થઈ ગયો હતો.સાથે જ ચારેય યુવાનોનો કોઈ સંપર્ક ન થતા હળવદ રહેતા તેમના પરિવારજનો પણ ચિંતાતુર બની ગયા હતા. જોકે અમરનાથમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ચારેય યુવાનોને સલામત રીતે જમ્મુ પહોચાડ્યા હતા અને આજે અમરનાથથી હેમખેમ હળવદના ચારેય મિત્રોની અંતે ઘરવાપસી થઈ હતી.ચારેય યુવાનો આજે હેમખેમ પરત ફરતા પરિવારજનો સાથે પંચમુખી ઢોરા વિસ્તારના લોકોએ હર્ષાશ્રુ સાથે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

હળવદ થી ગત તારીખ 3/7ના રોજ ચાર મિત્રો બાબા અમરનાથની યાત્રાએ ગયા હતા બાબા અમરનાથના દર્શન કરી આ ચારેય યુવાનો નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ઓચિંતા વાદળ ફાટવાની ઘટનાને પગલે ભારે અફરા તફરી મચી ગઈ હતી તેવામાં ચારમાંથી એક યુવાન વિખુટો પડી ગયો હતો સાથે જ આ ચારેય યુવાનોનો સરસામાન ભૂસ્ખલન થવાના કારણે દટાઈ ગયો હતો જેથી હળવદ રહેતા પરિવારજનો સાથે સંપર્ક તૂટતા પરિવારજનો પણ ચિંતાતુર થઈ ગયા હતા.

- text

જોકે આખરે આ યુવાનોનો સંપર્ક થતા આર્મીના જવાનો પરિવારજનો સાથે સંપર્ક કરાવ્યો હતો તેમજ હેમખેમ જમ્મુ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાંથી આજે શામજીભાઈ વશરામભાઈ ભરવાડપંચમુખી ઢોરો ,હળવદ), પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા રહે.પંચમુખી ઢોરો હળવદ), પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા રહે પંચમુખી ઢોરો હળવદ) નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા રહે પંચમુખી ઢોરો હળવદ) હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને જ્યાંથી આજે હળવદ પહોંચતા પરિવારજનો સહિત પંચમુખી ઢોરા વિસ્તારના લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text