મોરબી જિલ્લાના વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

- text


અરજદારે http://www.parivahan.gov.inઉપર તા.13 થી તા.15જુલાઈ સુધી અરજી કરવી

મોરબી : મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ તથા ટ્રાન્સપોર્ટ વાહનો GJ36 V માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.13 જુલાઈથી શરૂ થનાર છે.

ફેન્સી નંબર માટે આગામી તા.13 થી તા.15જુલાઈ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.15જુલાઈથી તા.17 જુલાઈ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. 17 જુલાઈ ના રોજ ઓક્શનનું પરિણામ http://www.parivahan.gov.in/fancyપર જાહેર કરવામાં આવશે.

- text

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ 5 (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text