પીપળીયા ચાર રસ્તા નજીક બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો 

- text


108ની ટીમે તપાસ કરતા મૃતકના માથાના ભાગે ઇજા હોવાનું જાણતા પોલીસે જાણ કરાઈ

માળીયા : પીપળીયા ચાર રસ્તા પાસે બંધ ટ્રકમાંથી ડ્રાઇવરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં 108ની ટીમે તપાસ કરતા મૃતકના માથાના ભાગે ઇજા હોવાનું જાણતા હત્યાની શંકા સાથે પોલીસે જાણ કરાઈ છે.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર માળીયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે એક બંધ ટ્રક ઘણા સમયથી બંધ હાલતમાં જ હતો. આથી આ બંધ ટ્રકમાં એક વ્યક્તિ લાંબા સમયથી સુતેલી હાલતમાં દેખાતા તે બેભાન અવસ્થામાં હોય એવું લાગતા આસપાસના લોકોને 108 ટીમને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં 108 ટીમના રસુલભાઈ પાયલોટ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રકમા સુતેલી વ્યક્તિની 108ની ટીમની તપાસમાં તે મૃત હાલતમાં જણાય આવ્યો હતો. પણ માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી હત્યાની શંકા સાથે માળીયા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પોહચી આગળની તપાસ શરૂ કરી છે.

- text

- text