મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબે રંગેચંગે સ્થાપના દિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબે દીપ પ્રાગટ્ય કરી અને કેક કાપી સ્થાપના દિવસ ઉજવ્યો હતો.તથા ગેઇમ,ગરબા રમી સૌએ સાથે ભોજન કર્યું હતું.

૨ જુલાઈ ૧૯૯૫ના રોજ ઈન્ડિયન લાયન્સ ક્લબનિ સ્થાપના થઇ હતી.આથી ગત તા.૨ ના રોજ સ્થાપના દિવસ હોવાથી ભારતમાતાની છબી સમક્ષ દિપ પ્રાગટ્ય કરી અને માવાકેક કટિંગ કરી હષૉઉલ્લાસથી ઉજવણી કરી હતી.

અનેક વિચારોનું મંથન કરી ઈ.લા. કૌશિકભાઈ બુમિયાએ જિંદગીના પડકાર ઝીલીને તા.૨જી જુલાઈના રોજ ફકિરભાઈ વાધેલાના હસ્તે ” ઈન્ડિયન લાયન્સ” સંસ્થાની સ્થાપના કરી હતી.ભારતમાં આ સંસ્થાના બીજ રોપાયા હતા.બીજ રોપણ કયૉ પછી ચીફ પેર્ટન ઈ.લા.હિતેશભાઈ પંડિયા જેઓ છેલ્લામાં છેલ્લા માનવીની ચિંતા રાખનાર ,સંકટમાં મુકાયેલાને લાઈન દોરી આપનાર, પોતાનો અભિગમ , સંકલ્પ શક્તિ અને સંધષૅના મેદાનમાં ઝઝુમી ૭૦ થી ૮૦ ક્લબને જીવંત રાખવામાં હરણફાળ ફાળો આપ્યો છે.

- text

આ સેલિબ્રેશનનો શ્રેય ઈ.લા. કૌશિક ભાઈ બુમિયા, ઈ.લા. હિતેશભાઈ પંડિયા અને ઈ.લા. આશાબેન તેમજ અનેકવિધ પ્રત્યક્ષ કે પરોક્ષ મહાનુભાવો અને સન્નારીઓને જાય છે.

આ સંસ્થામાં વધુ ને વધુ બહેનો જોડાય એનું માગૅદશૅન આપવામાં આવ્યું હતું. કારણ કે ૧૫૧
ક્લબનું નીમૉણ કરવાનું કેમ ભુલાય ? આને આગામી પ્રોજેકટની માહિતી આપી ચચૉ વીચારણા કરી હતી.

સૌએ ઉજવણીમા મજા માણી, ગેઇમ, ગરબા અને સેલ્ફીની મજા માણી હતી અને અનેકવિધ ભાવતા ભોજન કરી સૌ છુટા પડ્યા હતા.

- text