મોરબીમાં આવતીકાલે રોટરી ક્લબ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ

- text


મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આવતીકાલે તારીખ 7 જુલાઈ ને ગુરુવારના રોજ રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવશે.જેમાં માત્ર 100 રૂપિયામાં 140 પેઇજના 8 ચોપડા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આવતીકાલે 7 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે જુના બસસ્ટેશનની બાજુમાં આવેલી દશાશ્રીમાળી વણીકની વાડીમાં વિદ્યાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. ફુલ સ્કેપ 140 પેઈજના 8 નંગ ચોપડા માત્ર 100 રૂપિયામાં આપવામાં આવશે. આ માટે વર્ષ 2022ના પરિણામની ઓરિજિનલ માર્કશીટ સાથે લાવવાની રહેશે. સર્વ જ્ઞાતિ/સમાજના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવશે. એક વ્યક્તિને એક માર્કશીટ પર એક જ સેટ મળશે. વહેલા તે પહેલાના ધોરણે સ્ટોક હશે ત્યાં સુધી ચોપડા વિતરણ કરવામાં આવશે.

- text

 

- text