મોરબી જેતપર રોડ વચ્ચે 800 અને હળવદ રોડ ઉપર ફોરલેન હાઇવે માટે 250 થાંભલા નડતર રૂપ

- text


માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે થાંભલાઓ હટાવવા પીજીવીસીએલ અધિકારીને લેખિત જાણ કરાઈ : ગુજરાત ગેસની ચેમ્બરો પણ હટાવવા તાકીદ

મોરબી : મોરબી – હળવદ અને મોરબી – જેતપર વચ્ચે ફોરલેન હાઇવે બનાવવા માટેના પ્રોજેક્ટ અંતર્ગત ટેન્ડર ખુલી ગયા છે ત્યારે આ બન્ને ફોરલેન હાઇવે માટે નડતરરૂપ 1050થી વધુ વીજ થાંભલા તાકીદે હટાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પીજીવીસીએલ મોરબીને લેખિત જાણ કરવાંમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવળ હાઇવે અને મોરબી – જેતપર હાઇવેના ચારમાર્ગીય કરણનો માર્ગ લાંબા સમયબાદ મોકળો બન્યો છે અને અંદાજે 170 કરોડ રૂપિયાના ખર્ચે હળવદ હાઇવે અને 114 કરોડ રૂપિયાના ખર્ચે મોરબી જેતપર રોડને ફોરલેન બનાવવા ટેન્ડર પણ ખુલી ગયા છે ત્યારે બન્ને મુખ્ય માર્ગના વિસ્તરણમાં વીજ થાંભલા અને ગુજરાત ગેસની પાઇપ લાઈન વિલન બની રહી હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને વિભાગોને લેખિત જાણ કરવામાં આવી છે.

- text

વધુમાં મોરબી – જેતપર ઔદ્યોગિક હાઇવે ઉપર અંદાજે 800 જેટલા અને મોરબી હળવદ હાઇવે ઉપર અંદાજે 250 જેટલા વીજપોલ નડતર રૂપ હોય બન્ને માર્ગો ઉપરના વીજપોલ સત્વરે હટાવવા માટે પીજીવીસીએલ તંત્રને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસની લાઈન રોડને સમાંતર બિછાવવામાં આવી હોય ભવિષ્યમાં આ ગેસલાઇન હાઇવે માટે નડતરરૂપ બને તેમ હોય હાલતુર્ત આખી ગેસલાઇન ફેરવવાને બદલે ગેસ ચેમ્બરો ફોરલેન પ્રોજેક્ટથી દૂર ખસેડવા તાકીદ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text