મોરબી પંચાસર ચોકડી નજીક દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર ચોકડી નજીક પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે બે યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પંચાસર ચોકડી નજીક આવેલ પાણીના ટાંકા પાસે વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી કેતનદાન મહેન્દ્રદાન બારહટ, રહે.વાવડી રોડ, ગાયત્રીનગર, બાપા સીતારામ પેલેસની સામે અને જુબૈરભાઈ ઉર્ફે બબુ મહેબુબભાઈ માયક, રહે પંચાસર રોડ ભારતપરા શેરી નં.૧ વાળાને રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કીની બોટલ નંગ.1 કિમત રૂપિયા 520 તેમજ મેકડોલ્સ નં.1 વ્હીસ્કીની બોટલ નંગ-3 કિંમત રૂપિયા 900 મળી કુલ 1420 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text