નવલખી રોડથી માળિયા જતા રસ્તાનું સમારકામ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબીઃ નવલખી રોડ થી ગોર ખીજડીયા દેરાળા–નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે આ રસ્તો તાત્કાલિક રિપેરિંગ કરાવવા અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટે ગામોને જોડતો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે. સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા વારંવાર સમાચારમાં જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના ભ્રામક સમાચારો વાંચવા મળતા હોય છે. જો મોરબી દરિયા કાંઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા , બગસરા, જાજાસર માળિયા રોડને ૧૦૦ કરોડ કરતા વધારેના ખર્ચે મંજુર કરાવતા હોય તો આ રોડમાં તો એટલો ખર્ચ પણ નથી અને ઘણા લોકોને ઉપયોગી આ રોડ છે. તો તેને શા માટે મંજુર કરાવીને કામ કરાવતા નથી ? તેવું લોકો કહી રહ્યા છે.

- text

તો અમારી માંગણી છે કે આ રસ્તો ઝડપથી રિપેરિંગ કરાવવામાં આવે નહીંતર આ વિસ્તારના લોકોને સાથે રાખીને આંદોલનનો રસ્તો અપનાવવો પડશે.

- text