મોરબીમા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા કાપડની થેલીનું વિતરણ

- text


લોકો પ્રદુષણ ફેલાવતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તેવો ઉમદા ઉદ્દેશ્ય

મોરબી : પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે. રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ પશુઓ ખાય જાય છે અને જેના કારણે શરીરમાં નુકસાન થાય છે ત્યારે ગ્રીન ઈન્ડિયા બનાવવા માટે અને લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ આવે તે હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરીને દુકાનોમાં કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઝુંબેશમાં લોકોને જોડાવા માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ આહ્વાન કર્યું છે અને જણાવ્યું છે કે, જો તમારી પાસે જૂના કપડાં, ચાદર વગેરે હોય તો તેઓ મુસ્કાન વેલ્ફેર સોસાયટીને આપી શકે છે. આ જૂના કાપડમાંથી થેલીઓ બનાવવામાં આવશે અને તેનું વિતરણ દુકાનદારોને કરવામાં આવશે જેથી દુકાનદારો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે. આ પહેલના ભાગરૂપે આજે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પટેલ પ્રોવિઝન સ્ટોર, રવાપર રોડ, કવિતા મોદાની, રંજના સારડા, બબીતા સાંઘી, ચંદા કાબરા, રેખા મોર, જ્યોતિ શર્મા, મયુરી કોટેચા, અરુણા સિંહ, શિખા જૈન, કલ્પના શર્મા અને સારિકા સિન્હા ટાંકાવાળી કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું.

- text

- text