મોરબી નજીક હળવદના ચીફ ઓફિસરની ગાડી નાલામાં ખાબકી, ત્રણનો આબાદ બચાવ

- text


હળવદથી રાજકોટ જતી વખતે મોરબી નજીક અજંતા પાસે સર્જાયો અકસ્માત

હળવદ : મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક અજંતાના કારખાના પાસે આજે સ્કોર્પિયો નાલામાં ખાબકી હતી. પણ સદનસીબે આ કારમાં બેઠેલા હળવદ નગરપાલિકાના ચિફ ઓફીશર સહિત ત્રણ વ્યક્તિનો બચાવ થયો હતો . હળવદથી રાજકોટ જતી વખતે મોરબી નજીક અજંતા પાસે અકસ્માત થયો હતો.

આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, એન્જીનીયર ભૌતિકભાઈ કૈલા તેમજ એક અન્ય વ્યક્તિ મળીને ત્રણેય લોકો હળવદ નગરપાલિકાની સ્કોર્પિયો કારમાં બેસીને પાલિકાના કામસર રાજકોટ પ્રાદેશિક કમિશનની કચેરીએ જતાં હતાં અને તેમની સ્કોર્પિયો કાર મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર નજીક અજંતા પાસે પહોંચતા જ ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા આ સ્કોર્પિયો કાર સીધી જ બાજુના નાલામાં ખાબકી હતી. ગંભીર કહી શકાય તેવા આ અકસ્માતમાં પણ રામ રાખે ની… ઉક્તિ મુજબ હળવદના ચીફ ઓફિસર સહિત ત્રણેય વ્યક્તિને ઇજાનો સહેજેય ઉજરડો પણ થયો ન હતો. આમ આ ત્રણેયનો ચમત્કારી બચાવ થયો હતો.

- text

- text