એ….ગ્યું….મોરબીના સુભાષ રોડ ઉપર જર્જરિત બિલ્ડીંગનું છજુ ધારાશાયી

- text


સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી, શહેરમાં આવા જોખમી ઘણા બિલ્ડીંગો હોવાથી તંત્ર વહેલાસર પગલાં ભારે તેવી માંગ

મોરબી : મોરબી શહેરના બજાર વિસ્તાર સુભાષ રોડ ઉપર આજે જૂની બિલ્ડીંગનું છજું ધારાશાયી થઈ ગયું હતું. જેમાં આ દુર્ઘટનામાં આસપાસના લોકોનો બાલ – બાલ બચાવ થયો હતો. સદનસીબે જર્જરિત બિલ્ડીંગનો લટકતો કાટમાળ નીચે પડતા કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહત અનુભવી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરચચક વિસ્તાર સુભાષ રોડ ઉપર વર્ષો જૂની બિલ્ડીંગનું છજું આજે નીચે પડ્યું હતું. આ બિલ્ડીંગનો જર્જરિત કાટમાળનો મોટો હિસ્સો નીચે પડતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પરંતુ આ બિલ્ડીંગનો કાટમાળ નીચે પડ્યો ત્યારે સદનસીબે નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જો કે આ વર્ષો જુની બિલ્ડીંગ ખખડી ગઈ છે. ગમે ત્યારે પડે તેવી દહેશત વચ્ચે આજે આ કાટમાળ નીચે પડતા તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઠેરઠેર આવી જર્જરિત બિલ્ડીંગો આવેલી છે. જેનો અમુક કાટમાળ તો પડુંપડુંની હાલતમાં છે. ખાસ કરીને ગ્રીનચોક જેવા વિસ્તારમાં અનેક આવા જોખમી મકાનો આવેલા હોય જે કોઈપણ સમયે ભોગ લે તેવી ભયજનક અને નાજુક હાલત છે. હાલ ચોમાસુ શરૂ થઈ ગયું હોય ત્યારે આવી જર્જરિત બિલ્ડીંગો વરસાદમાં કોઈને નુકશાન પહોંચાડે તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text