મોરબીના નાગડાવાસ ગામે મોંઘોદાટ શરાબ સાથે એક ઝડપાયો

- text


નાગડાવાસ ગામે બે સ્થળે દરોડામાં અન્ય એક આરોપી ફરાર

મોરબી : મોરબીમાં ગૃહમંત્રીના આગમન વચ્ચે પોલીસે ગુન્હાહિત પ્રવૃતિઓ ઉપર તૂટી પડી છે. ત્યારે મોરબીના નાગડાવાસ ગામે પોલીસે બે સ્થળે દરોડા પાડ્યા હતા અને એક આરોપીને મોંઘોદાટ શરાબ સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા દેવાયતભાઈ ઉર્ફે ભાનુંભાઈ મુળુંભાઈ ઉર્ફે બચુભાઇ ખાભરાના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 152 કિંમત રૂ.65080ના મુદામાલ સાથે આરોપી દેવાયતભાઈને ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે જુના નાગડાવાસ ગામે રહેતા ગગુભાઈ સુખાભાઈ બરારિયાના વાડામાંથી

- text

ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 68 કિંમત રૂ.35450નો મુદામાલ ઝડપી લીધો હતો. પણ આ આરોપી પોલીસની હાથમાં આવ્યો ન હતો. હાલ પોલીસે આ બન્ને દારૂના કેસ દાખલ કરી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text