વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકે બાઈક ડિવાઈડર સાથે અથડાતા એકનું મૃત્યુ : બે ઘાયલ

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક યામાહા બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક લોધિકાના પારડી ગામના પ્રકાશભાઇ મુળજીભાઇ સોલંકી ઉ.34નું યામાહા એફઝેડ બાઈક ડિવાઈડર સાથે અથડાતા પ્રકાશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇકમાં બેઠેલ રવીશભાઇ રૂડાભાઇ પરમાર અને આકાશ ઉર્ફે લાલીને ઇજાઓ પહોંચી હતી.

- text

અકસ્માતની આ ઘટના અંગે રવીશભાઇ રૂડાભાઇ પરમારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક પ્રકાશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text