રેસિપી અપડેટ : બનાવો ફટાફટ ક્રિસ્પી પોટેટો રોલ્સ, નોંધી લો રેસિપી

- text


બટાટાની કોઈપણ વાનગી સૌ કોઈને પ્રિય હોય જ છે. કોઈપણ વાનગીમાં બટાટા ભળતાં સ્વાદ અનેકગણો વધી જાય છે. ત્યારે અમે પણ એક આવી જ વાનગી બનાવતા શીખવીશું. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ પોટેટો રોલ્સની.. પોટેટો રોલ્સ ખૂબ ઓછી સામગ્રીમાં બનીને ઝડપથી તૈયાર થઈ જાય છે. અને સૌ કોઈને ખુબ પસંદ આવે છે. તો ઝટપટ નોંધી લો પોટેટો રોલ્સની રેસીપી….


સામગ્રી :

2 બાફેલા બટાકા
2 કપ મેંદો
½ ચમચી ચાટ મસાલો
½ ચમચી લાલ મરચું
½ ચમચી ગરમ મસાલો
½ ચમચી હળદર
1 ચમચી કસુરી મેથી
તેલ
સ્વાદાનુંસાર મીઠું
3 કપ પાણી


બનાવવાની રીત:

પોટેટો રોલ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને છોલીને બાફી લો.
ત્યારબાદ બટાકાને મેશ કરી લો.

મેશ કરેલા બટાકામાં લાલ મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, કસુરી મેથી અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લો.

- text

હવે એક વાસણ લો અને એમાં મેંદો અને જરૂર મુજબ પાણી મિક્સ કરો.
હવે મેંદાના લોટમાંથી ગુલ્લા બનાવો અને એમાંથી પાતળી રોટલી તૈયાર કરો.

હવે મેશ કરેલા બટાકાનો માવો રોટલીમાં ભરો. પછી આ રોટલીને ગોળાકાર રોલની જેમ બનાવી લો.

રોલને બંધ કરવા માટે કિનારીને પાણીની મદદથી ચોંટાડો. આમ બધી રોટલીના રોલ્સ તૈયાર કરી લો.

આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં એક-એક રોલ્સ નાંખીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.


હવે આને એક પ્લેટમાં કાઢી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ પોટેટો રોલ્સ.

- text