મોરબીમાં જુગારના બે દરોડામાં સાત જુગારી ઝડપાયા 

- text


સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા વિસીપરા વિસ્તારમાં કાર્યવાહી 

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના વિસીપરા વિસ્તારમાં જુગાર દરોડાની બે કાર્યવાહીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસ ટીમે શહેરના વિસીપરામાં લાયન્સનગરના ખુણા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા મુળજીભાઇ પુંજાભાઇ ચાવડા, મનીષભાઇ મોહનભાઇ પરમાર, અશોકભાઇ પ્રેમજીભાઇ પરમાર અને અશોકભાઇ ડાયાભાઇ ધંધુકીયાને રોકડા રૂપિયા 5050 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જયારે જુગાર અંગેના બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે રણછોડનગર થી યમુનાનગર તરફ જતા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા રોહીતભાઇ માવજીભાઇ ચૌહાણ, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ અને ખાનજીભાઇ પ્રેમજીભાઇ ચાવડાને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2850 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text