સુંદરીભવાની ગામના મૃતક પરિવારને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય પપ્પુભાઈ ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી

હળવદ : હળવદ તાલુકાના સુંદરી ગામના ખેડૂતો પરિવારના ત્રણ સભ્યો ઉપર દીવાલ પડતા મૃત્યુ નિપજતા તેમના પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અને હળવદ -ધ્રાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોરે મુખ્યમંત્રીને રજુઆત કરી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવા રજુઆત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય અને હળવદ -ધ્રાંગધ્રા ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી અને હળવદ-ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, હળવદ તાલુકાના સુંદરી ગામના ખેડુત વાઘજીભાઈ ગફલભાઈ દેગામા,છેલાભાઈ ગફલભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામાનુ દિવાલ પડતા મૃત્યુ નિપજતા દેગામા પરિવાર ઉપર આભ તૂટી પડવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

- text

વધુમાં એક જ પરિવારના બે દીકરાના મૃત્યુ નિપજતા વૃદ્ધ ગફલભાઈ ઉપર આફત ઉતરી આવી છે. આ સંજોગોમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા આ ગરીબ ખેડૂત પરિવારને રાજ્ય સરકાર નિયમ મુજબ મુખ્યમંત્રી રાહતફંડમાંથી સત્વરે સહાય ચૂકવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ શંકરભાઇ ગુંજારીયાએ (પપ્પુભાઈ ઠાકોર) મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે

- text