ભીમ અગિયારસનો જુગાર રમતા 11 ઝડપાયા

- text


વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પોલીસનો દરોડો, રોકડા રૂપિયા 25,400 કબ્જે

વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામે પોલીસે ભીમ અગિયારસના દિવસે જુગાર રમવાનું શુકન સાચવવા બેઠેલા 11 જુગારીઓને રોકડા રૂપિયા 25,400 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર સિટી પોલીસની સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળાને મળેલ બાતમીને આધારે સિટી પોલીસ ટીમે વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા હુશેનભાઈ જલાલભાઈ દેકાવાડીયા, રહે.લુણસરીયા, હર્ષદભાઇ પ્રભુભાઇ ખીરૈયા, રહે.વાંકાનેર, કેશુભાઈ છગનભાઈ દેત્રોજા, રહે.નવા રાજાવડલા, ગણેશભાઇ જીવરાજભાઇ ઓતરાદિયા, રહે.લુણસરીયા, છગનભાઇ રામજીભાઇ જેઠલોજા, રહે.મોરબી રવાપર રોડ, વિનોદગીરી જમનગીરી ગૌસ્વામી, રહે. વાંકાનેર જીનપરા ભાટીયાશેરી, બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા, રહે.રાજાવડલા, કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, રહે.વાંકાનેર ગાયત્રી મંદીર પાસે, અશોકભાઈ હેમુભાઈ રાતોજા ઉ.વ.૪૨ રહે.રાજકોટ ભગવતીપરા ગાંધીસ્મૃતી સોસાયટી, કેશુભાઈ પોપટભાઈ માલકીયા, રહે.વાંકાનેર વીશીપરા અને કમલેશભાઈ મગનભાઈ દેત્રોજા, રહે.રાજાવડલા વાળાને તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 25,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જુગાર દરોડાની આ કામગીરી વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પો.હેડ કોન્સટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, પો.કોન્સ મુકેશભાઈ હકુભાઈ વાસાણી, ક્રુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, જનકભાઈ વલ્લભભાઈ ચાવડા, શકિતસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.

- text