એસપી કચેરીએ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ એકઠા થઈ ઉગ્ર રજૂઆત કરી : પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા હાલ મામલો શાંત પડ્યો

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ એસપી કચેરીએ દોડી આવ્યા : મોરબી તાલુકા પીઆઈએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો

મોરબી : મોરબી નજીક રફાળેશ્વર પાસે સામાન્ય બાબતમાં સીરામીક ઉદ્યોગપતિની કાર સાથે કાર અથડાવી કાર પર હુમલો કરવાની અને આ હુમલામાં 3 ઉદ્યોગકારોને ઇજા પોહચતા મોરબીના સીરામીક ઉદ્યોગકારોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી ગઇ હતી. ઘટનાના પગલે મોરબી સીરામીક ઉધોગકારો પ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા બાદ મોડી રાત્રીના એસપી કચેરી ખાતે હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મોટી સંખ્યામાં પોહચ્યા હતા. ઘટનાની જાણ થતાં સીરામીક એસોસિએશનના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો એસપી કચેરી ખાતે ભેગા થઈ ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે એસપી કચેરી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ દોડી આવ્યા હતા.

એસપી કચેરી ખાતે એકઠા થયેલા ઉદ્યોગકારોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. જ્યારે એસપી કચેરી ખાતે દોડી આવેલા કાંતિલાલ અમૃતિયાએ પણ પોલીસ અધિકારીએ ઉગ્ર રજુઆત કરી હતી. જેના પગલે મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ એસપી કચેરી ખાતે મોડી રાત્રીના આવીને રાજુઆત કરવા આવેલા ઉધોગકારોને આ ઘટનામાં કાયદા મુજબ કડક અને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.

- text

ઉદ્યોગકારોએ રોષપૂર્ણ જણાવ્યું હતું કે ઉધોગકારોની કાર સાથે વાહન અથડાવી મારામારી કરી પૈસા પડાવવાની ઘટના મામલે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને રફાળેશ્વર પાસે આવી ઘટના વારંવાર બનતી હોવાથી ત્યાં પોલીસ સ્ટાફ તૈનાત કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આ મામલે યોગ્ય કરવાની ખાતરી આપી મામલો શાંત પાડ્યો હતો. જોકે આ મુદ્દે ગુરુવારે સવારે સીરામીક ઉદ્યોગના આગેવાનો દ્વારા લેખિતમાં એસપીને આવા બનાવોમાં કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવામાં આવેશે.

- text