માળીયા સજ્જડ બંધ, અંતે ઉપવાસ આંદોલન સમેટાયુ

- text


સમાજના ધર્મગુરુ અને મામલતદારે ઉપવાસીને પારણા કરાવ્યા, તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી અપાઈ

મોરબી : માત્ર મોરબી જિલ્લો જ નહીં પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વિકાસની દ્રષ્ટિએ પછાત રહેલા માળીયા તાલુકાને વિકસિત બનાવવા માટે સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું. જેના ટેકામાં માળીયા સજ્જડ બંધ રહ્યું હતું.આથી મામલતદારે નમતું જોખતા આજે ઉપવાસ આંદોલન સમેટાયુ હતું.

માળીયા શહેર અને તાલુકાના વિકાસ કામો અને સુવિધા આપવાની માંગ સાથે લોકહિતના પ્રશ્નો અંગે સામાજિક કાર્યકર ઝુલ્ફીકાર સધવાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે ત્યારે આ ઉપવાસ આંદોલનને સંપુર્ણ ટેકો આપવા આજે માળીયા શહેરના લોકોએ આંદોલનને ટેકો આપવા માળીયા બંધ રાખવા નક્કી કર્યું હતું અને માળીયા તાલુકાના હિતમાં ચાલી રહેલ આ આંદોલનમાં શહેરીજનો અને ગ્રામ્ય જનતા બહોળી સંખ્યામાં જોડાઈ ઉપવાસી ઝુલ્ફીકાર સધવાણીના સમર્થનમા હાજરી આપવા આહવાન કરાતા આજે માળીયા સજ્જડ બંધ રહ્યું હતું.

- text

માળિયામાં વિકાસ પ્રશ્ને આ જબરદસ્ત લડતની હાલમાં લોકોની જીત થઈ હતી. માળીયામાં ઉપવાસ આંદોલન અને તેના ટેકામાં માળીયા આખું બંધ રહેતા અંતે મામલતદાર તેમજ સમાજના ધર્મગુરુ ઉપવાસી છાવણીમાં દોડી ગયા હતા અને ઉપવાસીને પારણા કરાવ્યા હતા. મામલતદારે માળીયા વિકાસ પ્રશ્ને તમામ સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપતા હાલ આઠ દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે.

- text