મોરબી સિટી બસના કર્મચારીની પ્રામાણિકતા : મોબાઇલ – પાકીટ મૂળમાલિકને પરત કર્યા

- text


 

મોરબી : મોરબી નગરપાલિકાની સિટી બસમાં આજરોજ એક મુસાફરનું પાકીટ અને મોબાઈલ પડી ગયું હતું. જે સિટી બસના ડ્રાઇવર અને કંડકટરની નજરે ચડતા મૂળ માલિકને પરત સોંપી પ્રમાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજરોજ સિટી બસમાં એક મુસાફરનું પાકીટ જેમાં રોકડ રૂપિયા 10000 તેમજ મોબાઈલ (કિંમત રૂપિયા 15000) પડી ગયું હતું. આ પાકીટ અને મોબાઈલ સિટી બસના ડ્રાઇવર કલ્પેશભાઈ જારીયા અને કંડકટર શૈલેષભાઈ સોઢીયાની નજરે ચઢતા સિટી બસના ક્લાર્ક અશોકભાઈ જોશી અને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મૂળ માલિકની શોધખોળ કરી આ કીમતી વસ્તુ તેમને સોંપી હતી. તે બદલ મુસાફરે કર્મચારીઓનો આભાર માન્યો હતો.

- text

- text