મોરબીમાં સામાન્ય ઇલેક્ટ્રિશયનની પુત્રીનો ધો.10માં અસામાન્ય દેખાવ

- text


મોરબી : મૂળ દૂધઈ આમરણના વતની અને હાલ મોરબીના સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા ઇલેક્ટ્રિશયન ચંદુલાલ ગોહિલની પુત્રી ક્રિષ્નાબેને ધો.10ની પરીક્ષામાં અસામાન્ય સિદ્ધિ મેળવી છે. ચંદુભાઈ સામાન્ય ઇલેક્ટ્રિશયનનો વ્યવસાય કરતા હોવા છતાં તનતોડ મહેનત કરી તેમને પોતાની પ્રેમાળ પુત્રી ક્રિષ્નાને સારી સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું છે. સામેપક્ષે પુત્રી ક્રિષ્નાને પણ પિતા ચંદુલાલ અને માતા જયશ્રીબેનના સ્વપ્નને સાકાર કરી ધો.10ની પરીક્ષામાં 81.79 પીઆર મેળવ્યા છે. પુત્રીની આ અસાધારણ સિદ્ધિથી માતા જયશ્રીબેન અને પિતા ચંદુલાલે પુત્રીને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી છે.

- text