ટીબંડીના પાટિયા પાસે ટ્રાફિકજામની કાયમી હાડમારી

- text


એકાદ કિમિ સુધી ટ્રાફીકજામ સર્જતાં લોકોને ભારે હાલાકી

મોરબી : મોરબી નેશનલ હાઇવેને જોડતા ટીબંડીના પાટિયા પાસે ટ્રાફિકજામની કાયમી હાડમારી સર્જાઈ છે. જેમાં એકાદ કિમિ સુધી હાઈવેની બન્ને બાજુએ વાહનોની કાતારો લાગતા ટ્રાફિકજામ થવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સંબધિત તંત્ર આ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે કોઈ ઠોસ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે.

- text

ટીબંડીના પાટિયા પાસે ઘણા સમયથી ટ્રાફીકજામની સમસ્યા લોકો માટે શિરદર્દ બની ગઈ છે. અહીંયા અડધાથી એકાદ કિમિ સુધી ટ્રાફિકજામ દરરોજ સર્જાઈ છે. જેથી ટીબંડીના પાટિયાને જોડતા હાઇવેની બન્ને બાજુએ ખાસ્સો સમય સુધી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે.આ ટ્રાફિકજામની સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે, ટીબંડીથી હાઇવે તરફ જવાના રસ્તે રોગ સાઈડમાં વાહનો બેફામ ચાલે છે. આટલું ઓછું હોય એમ હાઇવે ઉપર આડેધડ પાર્કિગ થવાને કારણે તેમજ વાહનો પણ સામેસામે આવી જતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. ખાસ કરીને ટ્રાફિકનું નિયમન ન થવાના કારણે ટ્રાફિકજામ થતો હોય સંબધિત તંત્ર આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text