હળવદના ચરાડવામાં ટ્રેકટરની ટ્રોલી ચોરનારને પોલીસે દબોચી લીધો

- text


 

હળવદ : હળવદ પંથકમાં ચોરીના બનાવો વધ્યા બાદ હવે પોલીસે પણ રંગ દેખાડવાનો શરૂ કર્યો હોય તેમ તસ્કરોને શોધવાનું શરૂ કરી દીધું છે. પોલીસે ચરાડવાના ગોપાલનગરમાં ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલી તસ્કરને દબોચી લીધો છે.

ચરડવાના ગોપાલનગરમાં રહેણાંક મકાનની બહારથી કોઈ શખ્સે ટ્રેક્ટરની ટોલીની ચોરી કરી જતા તેના માલિકે ગત તા.24ના રોજ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ફરિયાદી જગદીશભાઇ ગોકળભાઇ ચૌહાણએ જણાવ્યું હતું કે, ગોપાલનગર ચરાડવા પાસે તેના રહેણાંક મકાનની બહાર શેરીમાથી ટ્રેક્ટરની ટ્રોલી રજી નંબર GJ-13-Y-4991ની કિ.રૂ.20,000ની મતાની ચોરી થઈ હતી. બનાવ અંગે હળવદ પોલીસે આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જેમાં પોલીસે હળવદ હાઇવે ઉપરથી આરોપી પ્રવિણભાઇ ઈશ્વરભાઈ કોળી રહે.સોલંકી. તા.ધ્રાંગધ્રાવાળાને દબોચી લઈને ચોરીના બનાવનો ભેદ ઉકેલી લીધો છે. આ કામગીરીમાં પી.આઈ
એમ.વી પટેલ, પીએસઆઇ આર.બી ટાપરીયા, પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ સીસોદીયા, સુરૂભા પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરિવાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના રોકાયેલ હતા.

- text