હળવદ પંથકના દશેક ગામોમાં ડ્રોન ઉડતા દેખાયા, તપાસનો ધમધમાટ

- text


 

ચોરીની ઘટનાઓ બાદ ઓચિંતા ડ્રોન દેખાવાનું શરૂ થયુ

હળવદ : હળવદ પંથકમાં ચોરીની ઘટનાઓ બાદ હવે ઓચિંતા દશેક ગામોમાં ડ્રોન ઉડતા દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હળવદ પંથકમાં છેલ્લા થોડા સમયમાં તસ્કરોએ બેફામ બનીને અનેક ચોરીઓને અંજામ આપ્યો છે. સામે પોલીસે પણ હવે ચોરોને વીણી વીણીને કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં આજે જ એક ટ્રેકટરની ટ્રોલી કરનાર ચોરને દબોચી લીધો છે. આ અરસામાં છેલ્લા 2 દિવસથી ચરાડવા, ધનાળા, વેગડવાવ સહિતના દશેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એક તરફ ચોરીની ઘટના બીજી તરફ ઉડતા ડ્રોન જોઈને લોકોમાં ભય પણ ફેલાયો છે.

આ ઘટના અંગે પીઆઇ એમ.વી. પટેલનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે તેમને દશેક ગામોના સરપંચોએ ડ્રોન ઉડતા દેખાયા હોવાની જાણ કરી છે. જેથી તેઓની ટીમે આ દિશામાં તપાસ આદરી છે.

- text

- text