રેસીપી અપડેટ : ઉનાળામાં પચવામાં સરળ મગની દાળના ખાઓ દહીંવડા…

- text


ચટપટા દહીંવડા ખાવાનું સૌને પસંદ હોય છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળામાં દહીંવડા બનાવતી વખતે અડદની દાળને બદલે મગની દાળ સાથે દહીંવડા બનાવવા જોઈએ. કેમ કે અડદની દાળથી પાચન સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. જ્યારે મગની દાળ પચવામાં સરળ હોવાથી પેટને તકલીફ પડતી નથી. તેથી ઉનાળામાં મગની દાળના દહીંવડા બનાવો અને પેટને ફાઈન રાખો.


સામગ્રી : 

અડદની દાળ – 2/3 કપ ધોઈ, મગની દાળ – 1/3 કપ ધોઈ, કિસમિસ – 8, સમારેલા લીલા મરચા – 2, સમારેલ આદુ – 1 નંગ, હીંગ – 1/4 ચમચી, તળવા માટે તેલ, દહીં – 300 ગ્રામ, પાઉડર ખાંડ – 1 ચમચી, શેકેલું જીરું – 1/2 ચમચી, કાળું મીઠું – 1/4 ચમચી, કાળા મરી પાવડર – 1/4 ચમચી, મીઠી ચટણી – 1 ચમચી, લીલી ચટણી – 1 ચમચી.


બનાવવાની રીત : 

1- સૌ પ્રથમ મગની દાળને લગભગ 5 કલાક પાણીમાં પલાળી રાખો.
2- હવે બધા પાણીને ગાળીને મિક્સરમાં બારીક પીસી લો.
3- હવે મગની દાળની પેસ્ટને સારી રીતે ફેટી લો.
5- દાળને પીસતી વખતે ધ્યાન રાખો કે તમે માત્ર એક જ દિશામાં ફેટો. એટલે કે, તેને ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે દિશામાં ફેટો..
6- આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી હલાવો.
7- હવે આ પેસ્ટમાં કિશમિશ, લીલા મરચાં, આદુ નાખીને થોડી વાર માટે હલાવવું.
8- હવે એક વાસણમાં લગભગ 1 લીટર સામાન્ય પાણી, 1 ગ્લાસ ગરમ પાણી અને હિંગ નાખો.
9- કઢાઈમાં તેલ ગરમ કરો અને તેને બેટરના વડા બનાવીને તેને તળી લો.
10- હવે ફૂલી જાય ત્યાં સુધી તળો.
11- જ્યારે વડા સોનેરી રંગના થઈ જાય ત્યારે તેને તેલમાંથી કાઢી લો.
12- હવે આ રીતે બધા વડા બનાવો અને તરત જ પાણીમાં નાખી દો અને અડધો કલાક રહેવા દો.
13- હવે વડા માટે દહીં તૈયાર કરો. આ માટે દહીંમાં દળેલી ખાંડ મિક્સ કરો.
14- હવે સર્વ કરવા માટે તેને હળવા હાથે દબાવીને પાણીમાંથી બહાર કાઢી લો.
15- હવે તેને એક બાઉલમાં વડા રાખો અને ઉપર દહીં, જીરું પાવડર, કાળા મરી પાવડર, કાળું મીઠું, લાલ અને લીલી ચટણી ઉમેરીને સર્વ કરો.

- text


- text