ટંકારાના લજાઈ – ધુનડા રોડ ઉપર બુલેટ ઉપર બાટલી લઈને નીકળેલા બે ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ – ઘુનડા રોડ ઉપરથી પોલીસે બાતમીને આધારે બુલેટ મોટર સાયકલ ઉપર રોયલ ચેલેન્જની બે બોટલ લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા. આ કિસ્સામાં પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર બે આરોપીના નામ ખોલવામાં પણ સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ – ઘુનડા રોડ ઉપરથી પોલીસે બાતમીને આધારે બુલેટ મોટર સાયકલ ઉપર પેન્ટના નેફામાં દારૂની બોટલ છુપાવીને નીકળેલા જયેશ ગોવિંદભાઇ ભાલોડીયા, રહે- લધીરગઢ તા- ટંકારા અને વિપુલભાઇ રામજીભાઇ ધેટીયા, રહે- ધ્રુવનગર તા- ટંકારા વાળાને રૂપિયા 600ની કિંમતની બે રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બોટલ નંગ -2 તેમજ બુલેટ મોટર સાયકલ કિંમત રૂપિયા 30 હજાર સાથે ઝડપી લીધા હતા.

- text

વધુમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા બન્ને શખ્સોએ દારૂની આ બોટલો જયેશ નાથાભાઇ રંગપરીયા રહે-ધુનડા (સજનપર) વાળા મારફતે મયુર પ્રવિણભાઇ રંગપરીયા રહે-ધુનડા (સજનપર) પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીની અટકાયત કરી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- text