વાંકાનેર બસસ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે શહેરના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈ રોકડા રૂપિયા 12, 100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર શહેરના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવિણભાઇ હંસરાજભાઇ કુણપરા,
અશ્ર્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયાને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 12,100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text