બ્રાહ્મણી-૨ ડેમમાં પાણી ચોરી રોકવા ૨૬ પાઈપલાઈન હટાવાઈ

- text


24 કલાક રાઉન્ડ ધ ક્લોક 14 અધિકારી- કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી

હળવદ : હળવદના સૂર્યનગર ગામ નજીક આવેલ બ્રાહ્મણી-2 ડેમમાં ત્રણ જિલ્લાના લોકોને પીવા માટેનો પાણીનો જથ્થો અનામત રાખવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું તેમ છતાં પણ કેટલાક લોકો આ બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી ચોરી કરતા હોવાનું અધિકારીઓના ધ્યાને આવતા 26 જેટલી પાઈપ લાઈન હટાવી હોવાનું સામે આવ્યું છે.

એક માસ પૂર્વે બ્રાહ્મણી-૨ ડેમના તળિયા દેખાતા ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલ થકી ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો જેથી મોરબી,માળીયા,જામનગર ,રાજકોટ અને ટંકારા ના 100થી વધુ ગામોને પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં આ સાથે-સાથે જિલ્લા કલેકટર દ્વારા ડેમમાંથી થતી પાણીચોરી અટકાવવા હુકમ કરી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં સિંચાઇ વિભાગ, પીજીવીસીએલ અને હળવદ પોલીસ દ્વારા સવારે 8 થી રાત્રિના 8 અને રાત્રીના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી એમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોથ 14 અધિકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

- text

આ ટીમના ચેકિંગ દરમિયાન કલેકટરનો હુકમ હોવા છતાં પણ પાણી ચોરી કરતા 26 લોકોની પાઇપલાઇનો હટાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text