હળવદના રણમાલપુર ગામે ખેડૂતોએ મોદીનો સહકારથી સમૃધ્ધિ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો

- text


હળવદ: આજરોજ ગાંધીનગર ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ IFFCO નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને રણમલપુર ગામે લાઈવ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યાં હતા.

શ્રી રણમલપુર સેવા સહકારી મંડળી દ્વારા રણમલપુર ગામે IFFCO નેનો પ્લાન્ટના લોકાર્પણનો કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રણમલપુર તેમજ આજુબાજુના ગામડાંના 520 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. તેમજ કાર્યક્રમમાં IFFCO મોરબીના પ્રતિનિધિ ચિરાગ ઠુમ્મર દ્વારા નેનો યુરીયા તેમજ IFFCOના અન્ય ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

- text

- text